થરાદ-દિયોદર મેટ્રોલિંક બસને માળી ફાર્મ -લુણાવા-રાંટીલા સ્ટોપેજ આપવા ઉગ્રમાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 11:13:45
  • Views : 1041
  • Modified Date : 2019-07-06 11:13:45

થરાદથી દિયોદર મેટ્રોલિંક બસ ચાલે છે.એ એક સારી સેવા છે. થરાદથી દિયોદર ૪૦ કિલોમીટર છે.છતાં જોઈએ એટલુ ટ્રાફિક મળતું નથી. થરાદથી દિયોદર ડાયરેકટ જવાવાળા મુસાફરો બહુ ઓછા હોય છે. વચ્ચેના ગામોમાંથી દરરોજ દિયોદર જવા વાળા લોકો મોટાભાગના હોય છે.  જો આ બસને (માળીફાર્મ) લુણાવા તથા રાંટીલા સ્ટોપેજ આપવામાં આવે તો સારું એવું ટ્રાફિક મળી રહે તેમ છે.
થરાદ તાલુકાનું (માળી ફાર્મ) લુણાવા માળી સમાજની ૪૦૦૦ ની વસતી ધરાવતું મોટુ ગામ છે. એવુ જ દિયોદર  તાલુકાનું વડીયા માળી સમાજની ૫૦૦૦ વસ્તી ધરાવતું મોટુ ગામ છે. આ બંને ગામના લોકો સામાજિક પ્રસંગોમાં અને સગા વ્હાલા હોવાથી કારણે દરરોજના ૨૦૦ લોકો અવર જવર કરે છે. આ બસને સ્ટોપેજ ના હોવાથી ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. આ અંગે ડેપો મેનેજરને લુણાવા ગામના સરપંચે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવ્યું નથી.
દિયોદરથી લુણાવા દરરોજ અપડાઉન કરતા માળી નાનજીભાઇ એન.માળી
કલ્પેશભાઈ એચ. પણ આ અંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાને રજૂઆત કરી હતી. આ બસમાં કોઈ આગળના સ્ટેશનની ટિકીટ લઈને વચ્ચે ઉતરવું હોય તો પણ બસને રોકતા નથી.  ધારો કે દિયોદરથી રાંટીલા જવુ હોયને લુવાણા ટિકીટ લે તો પણ બસને રોકતા નથી. તો આ બસ ખાલી ખાલી ચલાવવાથી  લાકોને  શું ફાયદો થશે. દિયોદરથી બાડમેર ગુર્જરનગરી એકસપપ્રેસ બસ હોવા છતાં પણ સારા ડ્રાયવર, કંડક્ટર હોવાથી દરેક સ્ટેશન
પેસેન્જરોને ઉતારવા અને બેસાડવામાં આવે છે. તો આ મેટ્રોલિંક બસને રોકવામાં શું
વાંધો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી  તા. ૨૩/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર ખાતે જવાહર મેદાનમાં રૂ. ૧૦૬૭ કરોડના ખર્ચે બનનાર આધુનિક સેવાથી સજ્જ બસપોર્ટનું ખાતમુહૂર્ત અને બીજા અનેક કામોનું લોકાર્પણ કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.ટી.નફાનુ નહીં સેવાનું સાધન છે. એસ.ટી.નિગમને ખોટમાંથી નફામાં લાવવી હોય તો એક જ દિવસમાં હું આ કામ કરી શકુ છું. પરંતુ એસ.ટી નફા માટે નહીં લોક સેવા માટે દોડે છે.  લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમાં મુખ્યમંત્રી ઉદબોધન આપતા વધુમાં જણાવ્યું હતું કે રાજભરમાં એરપોર્ટની બરાબરી કરે તેવા બસપોર્ટ બનાવવાનો પ્રયત્ન છે. એરપોર્ટ જેવી જ સુવિધા તેવી સરકાર અને એસ.ટી. નિગમની નેમ છે. એસ.ટી.માં દરરોજ ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ સીનિયર સિટિઝન દિવ્યાંગ સ્વાતંત્ર્ય સેનાનીઓને એસ.ટી દ્વારા કનેકશન આપવામાં આવી રહ્યું છે. એટલે જ એસ.ટી.નફાનુ નહીં સેવાનું સાધન છે. આવી મોટી મોટી વાતો કરનારી આપણી ગુજરાત સરકાર આ બસને સ્ટોપેજ ક્યારે અપાવે તેવી આ વિસ્તારમાં આવતા લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News