ડીસા તાલુકાના કુપટ ગામે વરઘોડા પર પથ્થરમારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 22:09:00
  • Views : 15556
  • Modified Date : 2022-05-27 22:09:00


બનાસકાંઠામાં ગામે કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા બાબતે થયેલી બબાલમાં બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

 

ઠાકોર સમાજના નીકળેલા વરઘોડા પર દરબાર સમાજના લોકોએ પથ્થરમારો કર્યો

 

પથ્થરમારામાં પાંચથી વધુ પોલીસની ગાડીઓને નુકસાન

 

પથ્થરમારાની ઘટના બન્યા બાદ સમગ્ર જિલ્લા બંને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

 

ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો

 

- વરઘોડા પર પથ્થર મારવાની ઘટનામાં વધારો

 

     બનાસકાંઠા જિલ્લામાં જાતિવાદી પ્રથા આજે પણ અકબંધ છે ખાસ કરીને દરબાર સમાજના લોકો દ્વારા અવારનવાર જાતિવાદ પ્રત્યે લાગણીઓ દુભાતા વરઘોડા ઉપર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે આજે ડીસા તાલુકાના કુંપટ કામે પણ ઠાકોર સમાજ દ્વારા નીકાળવામાં આવે વરઘોડા પર દરબાર સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર જાતિવાદના નામે પથ્થરમારો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ તો લોકો એક માંગ કરી રહ્યા છે કે વારંવાર વરઘોડા ઉપર થઈ રહેલા હુમલાઓ ને લઈ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં પકોડા ઉપર થતા હુમલાઓ અટકી શકે તેમ છે.

 

- ડીસા તાલુકાના કુપટ ગામે વરઘોડા પર પથ્થરમારો

 

ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે ડીસા તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવક વિષ્ણુજી પોપટજી ઠાકોરના લગ્ન હતા . લગ્ન માં દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. અને જોતજોતામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ મામલો ઉગ્ર બન્યો હતો ઘોડા પર સવાર વરરાજા પર સૌપ્રથમ દરબાર સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને જૂથ ને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે દરબાર સમાજ ના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

 

- દરબાર સમાજના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો

 

ડીસા તાલુકાના કુપટ ગામે સર્જાય હુમલામાં બંદોબસ્ત માટે આવેલ દાંતીવાડા પી.એસ.આઇ સ્નેહિત કુમાર દેસાઈ ,પોલીસ કોન્સ્ટેબલ વિક્રમદાન ગઢવી દાન ગઢવી તેમજ ભરતભાઇ પુનડિયા ને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ડીસા ની સરકારી હોસ્પિટલ  ખાતે સારવાર માટે ખસેડાયા હતા જો કે ઇજાગ્રસ્તો ની તબિયત વધુ ગંભીર હોવાના કારણે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલા ની  જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અત્યારે ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. દરબાર સમાજના લોકો દ્વારા પોલીસની ગાડીઓ પર પણ હુમલો કરતાં પોલીસની ચાર થી પણ વધુ ગાડીઓના કાચ તુટી જવા પામ્યા હતા.

 

- પોલીસે હુમલો કરનાર લોકોની અટકાયત કરી

 

 ડીસા તાલુકાના કુંપટ ગામે આજે વરઘોડો નીકાળવા બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો બનાવના પગલે ઘટનાસ્થળે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસ કાફલો બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ પોલીસે હુમલો કરનાર ૨૫થી વધુ લોકોની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા સમગ્ર મામલે હાલ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને હુમલો કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપ્યા હતા

 

 

 

 

 

 

 

 

 

Download Our B K News Today App



Related News