અમદાવાદમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, એક જવાનને લાફો માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-04 17:14:31
  • Views : 49
  • Modified Date : 2025-02-04 17:14:31

અમદાવાદમાં ગુનેગારોને જાણે પોલીસનો ખોફ નથી રહ્યો. ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરી હિટ એન્ડ રનની ઘટના અહીં સામાન્ય છે. પોલીસનો ડર તો ઠીક પણ અસામાજિક તત્વોએ પોલીસને પણ માર મારી પથ્થરમારો કર્યાની સનસનીખેજ ઘટના બહાર આવી છે. અહીં મોડી રાત સુધી વાગતા ડીજેને બંધ કરાવવા ગયેલી પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો અને એક પોલીસ કર્મીને લાફો મારી દીધો હતો.

અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મળતી માહિતી અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારના લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું. આ અંગેની માહિતી પોલીસને મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ન્યૂસન્સ ફેલાવવા માટે ના પાડી હતી.

ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો. જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થર માર્યો કર્યો હતો. આ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર, હાલ આ વિસ્તારમાં શાંતિ છે, ઘટનામાં કોઇ પોલીસ ઈજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવશે. જે બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Download Our B K News Today App



Related News