મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-24 14:06:31
  • Views : 45
  • Modified Date : 2026-01-24 14:06:31

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ્મા ગામમાં એક યુવાનના વરઘોડા પર ગામના કેટલાક શખસોએ હિંસક હુમલો કર્યો. "વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે?" તેમ કહી સાત શખસોએ પથ્થરમારો કરતા વરરાજાના સંબંધી મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસારમહેસાણાના બેડસ્મા ગામે રહેતા પ્રધાનજી ચૌહાણના પુત્ર નવઘણસિંહના લગ્ન હોવાથી ગત 23મી જાન્યુઆરીની સાંજે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો જ્યારે ગામના ચોકમાં પહોંચ્યો, ત્યારે કાળુસિંહ અને રાજદીપસિંહ ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા. 'બેન્ડ-વાજા બંધ કરી દો' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં અન્ય પાંચ શખસો પણ લાકડીઓ અને પથ્થરો સાથે ત્યાં પહોંચ્યા હતા અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

મહિલા ઈજાગ્રસ્ત, નાસભાગ મચી

અચાનક થયેલા પથ્થરમારાને કારણે વરઘોડામાં સામેલ મહેમાનો અને મહિલાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. હુમલામાં વરરાજાના સંબંધી ઉદલબા સિધ્ધરાજસિંહને માથાના ભાગે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 


Download Our B K News Today App



Related News