પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને અંકિત બારોટના વીડિયોની ભારે ચર્ચા અંકિત બારોટ સાથે સ્ટિંગ કરનાર યુવાન ડી.જી. કોણ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:35:02
  • Views : 735
  • Modified Date : 2020-11-03 11:35:02

રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે અને દિવાળી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાના સ્ટિંગનો વીડિયો શેર કરી બોમ્બ ફોડ્યો છે. સ્ટિંગ ઓપરેશન બાદ અત્યારે માર્કેટમાં કોંગ્રેસના યુવા કાર્યકર એવા ડી.જી.નું નામ મોખરેથી ચાલી રહ્યું છે ત્યારે ડીજી દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરાયું છે તેમાં ડી.જી. એટલે નામ અને અટક ઉપરથી ઓળખાય છે. ત્યારે અગાઉ પણ અંકિતના ખાસ માણસ તરીકે પ્રચલિત રહ્યાં છે. સ્ટિંગ સમયે સામે બેઠેલા વ્યક્તિ જે હિન્દી ભાષામાં સોમા ગાંડાને સવાલ કરી રહ્યો છે, તે ગાંધીનગર મહાપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર અંકિત બારોટ હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતની ૮ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના આરે છે ત્યારે રવિવારે કોંગ્રેસે તેમના એમ.એલ.એને ભાજપે કઈ રીતે નાણાંના જાેરે ખરીદ્યા તેનો વીડિયો જારી કરીને ભાજપને બેકફૂટ પર લાવી દીધો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કરેલા વીડિયોમાં લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલ અને ગાંધીનગર મનપા નગરસેવક અંકિત બારોટ વચ્ચેની વાતચીતમાં કોંગ્રેસ માટે છોડવા એમ.એલ.એ ભાજપ વચ્ચે કઈ રીતે ડીલ થયું તેનું સિલસિલાબંધ વિગતો જાહેર થઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જે ખરીદ વેચાણ થયો હતો તેનું સ્ટિંગ ઓપરેશન કરનારામાં નગરસેવક કે કોંગ્રેસના યુવા કાર્યકર એવા ડી.જી.ના નામથી પ્રચલિત કરી હોવાની વિગતો લોકમુખે સાંભળવા મળી છે. ત્યારે
ભાજપના ખરીદ ફોરમ મની લોન્ડરિંગની ન્યાયિક તપાસ કરાવવા અમિત ચાવડા દ્વારા માંગ કરાઈ છે. જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં ડી.જી.નું નામ સ્ટિંગ ઓપરેશન આવતા હવે આ ડી.જી.એ ફરીથી રાજકીય ગરમાવો લાવ્યો છે.

Download Our B K News Today App



Related News