પોતાનાઓ પણ ના સંઘરતા લોકોની સ્થિતિ દયનીય બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:42:55
  • Views : 444
  • Modified Date : 2020-04-01 11:42:55

લોકડાઉનને લઈને ગુજરાત મહારાષ્ટ્ર અને પુનામાં અટવાયેલા રાજસ્થાન, યુ.પી, અને એમ.પી, ના લોકો ગઈ કાલે અમીરગઢ બોડર પરથી ટ્રેલરમાં બેસીને પોતાના માદરે વતન રાજસ્થાન બોર્ડર પરથી
પસાર થઈ રહ્યા હતા.  ત્યારે અમીરગઢ નજીકની રાજસ્થાન બોર્ડર સ્થિત પોલીસ ચોકી પાસે રાજસ્થાન પોલીસે રોકી અને ગુજરાતમાં પાછા ધકેલ્યા હતા. ગુજરાત સરહદમાં પરત મોકલેલા એકસો બાવીસ જેટલા લોકોને અમીરગઢ પોલીસે અમીરગઢની મોડેલ સ્કૂલમાં  મોડી રાત્રે  મોકલી આપ્યા હતા, જ્યાં રોકાયેલા એકસો બાવીસ લોકોમાં મહિલા સહિત બાળકોનો સમાવેશ થાય છે. રાત્રે જમવાનું ના મળતા બાળકો સહિત આ લોકોની પરિસ્થિતિ દયનીય બની હતી. તો બીજી બાજુ અમીરગઢના જોરાપુરા ગામ નજીક આવેલી આદર્શ નિવાસી શાળા જોરાપુરા ખાતે પણ સિત્તેર જેટલા લોકોને  રોકાવવામાં આવ્યા છે. તેમને પણ જમવાનું ના મળતા પરિસ્થિતિ ખુબજ દયનીય બની છે. સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ સરકાર દ્વારા વ્યક્તિ વચ્ચે એક મિટર જેટલું અંતર રાખવાની સલાહ અપાઇ રહી છે. તો બીજી બાજુ મોડેલ સ્કૂલમાં એક સાથે ૧૨૨ જેટલા લોકોને આદર્શ નિવાસી શાળામાં ૭૦ જેટલા લોકો એક સાથે ભેગા હોવાથી અમીરગઢની પણ પરિસ્થિતિ ન બગડે તે પહેલાં તંત્ર આ વ્યક્તિઓને પોતાના વતનમાં મોકલી આપે એ ખુબજ જરૂરી છે. આ લોકો અંકલેશ્વર , ,વડોદરા, બોરસદ, મોરબી, પાલનપુર, પુના, કોલ્હાપુર, વાપી, સુરત, અમદાવાદ, મુંબઈ, કડી, મહેસાણા, જેટલી જગ્યાના લોકોનો સમાવેશ થાય છે. બપોરે મોડલ સ્કૂલમાં રોકવામાં આવેલા લોકોને દાતા દ્વારા ભોજન અપાયુ હતું. તો જોરપુરા ખાતે રોકાયેલા લોકોને ભોજન ના મળતા તેઓની હાલત કફોડી બની જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે વધુ લોકો એકસાથે ભેગા નહીં થવું એક મિટરનું અંતર રાખવું. તો બીજી બાજુ મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળામાં રોકી રખાયેલા વ્યક્તિ એકસાથે ભીડ ભાડ માં હોવાથી કોરોનાનો ચેપ ના લાગે અને અમીરગઢની પરિસ્થિતિ ના બગડે તેવી તંત્રએ ચાવચેતી દાખવવી જોઈએ અને રાજસ્થાન સરકાર જોડે ચર્ચા વિચારણા કરી આ લોકોને પોતાના માદરે વતન મોકલી આપવામાં આવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News