અંબાજી મંદિરમાં આસો નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન વિધિ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:14:38
  • Views : 285
  • Modified Date : 2020-10-19 11:14:38

ગુજરાતના સૌથી મોટા અને ૫૧ શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવતું માં અંબાનું પ્રાચીન અને પૌરાણીક સ્થાનક અંબાજી ગુજરાત અને રાજસ્થાન સીમા ઉપર કોટેશ્વર નદી પાસે વસેલું છે. આ ધામ અરાવલીના
પહાડો ઉપર વસેલું જગત જનની માં અંબાનું સ્થાનક છે. આ મંદિર માતાજીના માનસરોવર પાસે આવેલું મંદિર છે. આ મંદિર ઉપર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા છે. સાથે આ મંદિરનો ૮૦ ફૂટ સુધીનો ભાગ સોનાથી મઢેલો હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે આખા ભારતમાં જાણીતું છે. આ મંદિરમાં સાત સમુન્દર પારથી પણ માતાજીના ભક્તો નવરાત્રીમાં દર્શન કરવા ખાસ આવે છે. આસો નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં સવારે ૯ વાગે ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું.  જેમાં અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલ પોતાના પરિવાર સાથે આ વિધિમાં જોડાયા હતા. અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં
ઘટસ્થાપના કરવામા આવી હતી. કોટેશ્વર નદીનું જળ લાવી આ વિધિ સંપન્ન થઈ હતી. ચૈત્રી નવરાત્રિમાં મા નુ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતુ પરંતુ આસો નવરાત્રીમાં મા અંબાનુ મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. કોરોનાના કહેરના લીધે અંબાજી મંદિરની આરતીમાં કોઈપણ ભક્તને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સિવાય અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો માટે દર્શન વ્યવસ્થા શક્તિદ્વાર ગેટ પરથી આરોગ્ય ચકાસણી અને માસ્ક પહેરીને હાથમાં ટોકન લઈને મંદિરમાં પ્રવેશ મેળવવાનો રહે છે.  શનિવારે અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલના હસ્તે વ્યસન મુક્તિ કાર્યક્રમ પણ યોજાયો હતો. અંબાજી મંદિરના ગર્ભગૃહ પાસે ઘટ સ્થાપના કરવામાં આવી હતી અને આ વિધિનું અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ઓનલાઇન લાઈવ દર્શન પણ શરૂ કરાયા હતા. ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સવાર અને સાંજની આરતી ભક્તો ઘરે બેઠા ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી શકશે. આ વિધિમાં બનાસકાંઠા કલેકટર અને અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલ, અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે.ચાવડા, હિસાબી અધિકારી, ટેમ્પલ ઇસ્પેક્ટર સતીશ ગઢવી અને ભટ્ટજી મહારાજ સહિત અન્ય મહારાજ જોડાયા હતા.

Download Our B K News Today App



Related News