ઢીમાનો સોલંકી વાસ સીસી રોડથી વંચિત,ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 11:28:46
  • Views : 405
  • Modified Date : 2019-12-03 11:28:46

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં રાજ્ય સરકાર દ્વારા ૧૪માં નાણાં પંચની ગ્રાંટ ગામમાં પ્રાથમિક સુવિધાઓ માટે
આપવામાં આવતી હોય છે. તો વળી ગ્રામપંચાયત દ્વારા સમગ્ર ગામમાં સીસી રોડ ગુણવત્તા વિહીન બનાવવામાં આવ્યા છે. અને ગામના અનેક વિસ્તારોમાં સીસી રોડનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે અહીંયા આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૨૫૦ દીકરીઓને ગંદકીમાંથી
 પસાર થવુ પડે છે. તો વળી
સોલંકીવાસની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો દરરોજ ગંદકીમાંથી પસાર થાય છે. ત્યારે કેજીબીવીમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે રોડ બને તે જરૂરી છે.
ગ્રામપંચાયત દ્વારા સત્વરે સીસી રોડ ગુણવત્તાવાળો બને તો ચોમાસા દરમિયાન અહીંયા વરસાદી પાણી પસાર થતું હોઈ રોડ તૂટે નહિ. ત્યારે શાળાએ અભ્યાસ કરતાં બાળકો સહિત અહીંથી પસાર થતાં લોકોને બારેમાસ ચોમાસુ સિઝન હોય તેવું લાગે છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે જે પોઝિશનમાં છે એ જ રીતે જમીનમાં આર.સી.સી. રોડ બનાવવામાં આવે નહિતર આજુબાજુના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જશે અને કેટલાંય લોકોને નુકસાન થશે. જેથી સત્વરે જમીન બરાબર રોડ બને તેવું સ્થાનિકોએ સૂચન કર્યુ હતુ. આ અંગે કે.પી.રાજપૂતે જણાવ્યું હતું કે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં ઝેરી મચ્છરજન્ય ઉપદ્રવ વધી જાય છે. તેથી સત્વરે રોડની કામગીરીઓ થાય તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News