નાગલા, ખાનપુર અને ડોડગામના લોકોને ક્યાં સુધી સ્થળાંતર કરવાનું ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 11:13:19
  • Views : 343
  • Modified Date : 2020-10-07 11:13:19

થરાદ તાલુકાના ડોડગામ, ખાનપુર અને નાગલાના ત્રણેય ગામોમાં ૨૦૧૫/૧૭  માં ભારે વરસાદ અને પૂર આવતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને ગામના લોકોના ઘરોમાં ૧૦ ફૂટ સુધી પાણી ભરાઈ જવા પામ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ પણ ત્રણે ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અઠવાડિયું પોતે ત્યાં રોકાયા હતા. લગભગ ૮૦૦
પરિવારોને ગામની બહાર શાળાઓમાં તંબુ બાંધીને રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ એ ગામમાં કાયમી
પાણી ભરાવા લાગ્યું હતું. આ લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. પરંતુ એ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીના આદેશ અનુસાર આ ત્રણેય ગામોમાં ગામના ૧૧૦૦ લાભાર્થીઓને ગામતળના મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે લોકોના ઘર બેટમાં ફેરવાયા છે, તેમને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને હુકમો તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધી લોકોને સનદો અને કબજો અપાયો નથી. લોકોએ વારંવાર તંત્રને, સંસદ સભ્ય અને ધારાસભ્યને  રજૂઆતો કરી પરંતુ તંત્રે કાન આડા હાથ ધર્યા હતા અને કોઇ આગળની કાર્યવાહી થવા પામી ન હતી.

Download Our B K News Today App



Related News