31 ઓક્ટોબરે સ્ટેચ્યૂની પ્રથમ વર્ષગાંઠ, 30 પ્રોજેક્ટ હજુ અધૂરા, PMનો કાર્યક્રમ રદ્દ થવાના એંધાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 14:04:49
  • Views : 378
  • Modified Date : 2019-09-08 14:04:49

કેવડિયા31મી ઓક્ટોબર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પુરા થતા હોવાથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકાર થનગની રહી છે. ત્યારે 31 મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં ઊભા કરવામાં આવી રહેલાં 30 જેટલાં પ્રોજેક્ટનું પી.એમ. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. જોકે હાલમાં આ તમામ પ્રોજેક્ટ્સની કામગીરી હજુ અધુરી હોવાથી કાર્યક્રમ રદ્દ કરવામાં આવે તેવી શક્યતા છે.

જંગલ સફારીમાં વન્યજીવોના ઘર હજુ સુધી બન્યાં નથી
જંગલ સફારી માં 1800 થી વધુ પ્રાણી પક્ષીઓ લાવવાના છે. હજુ તેના માટે ઘર બન્યા નથી. હજુ 200 થી વધુ એકર વિસ્તારમાં કામગીરી કરવાની છે. આ જંગલી પ્રાણીઓની જાળવણી અને કાળજી રાખવાની છે. ત્યારે તેની સામે પ્રવાસીઓ ની સુરક્ષા પણ જરૂરી હોઇ ઉતાવળે કામગીરીમાં જો ગુણવત્તા જાળવી ન શકાય તો મોટી મુશ્કેલી થાય એમ છે.

સ્ટેચ્યૂ પાસે બની રહેલું વિરાટ કદનું ડાયનાસોર તૂટી પડ્યું
સ્ટેચ્યૂ પર હાલ 30 જેટલા પ્રોજેકટ યુદ્ધ ના ધોરણે ચાલી રહ્યા છે. પરંતુ ઉતાવળમાં તેની ગુણવત્તા ન જળવાતી હોવાનું ઉદાહરણ સ્ટેચ્યૂ પાસે બનતા ડાયનાસોર પાર્કમાં ખબર પડી ગઈ હતી. આ મહાકાય ડાયનાસોર હાલ પોતાની ઉંચાઈને વેઠી ન શક્યો અને કકડભૂસ થઈ નીચે પડ્યો હતો. વર્ષગાંઠની ઉજવણી કરવા ગુજરાત સરકારની ટીમો રાત દિવસ કામે લાગેલી છે. વિવિધ 30 પ્રોજેક્ટો બનાવવાની કામગીરી ચાલે છે. ત્યારે એક આકર્ષણ તરીકે ડાયનાસોર પાર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે.

રિવર રાફ્ટિંગની કામગીરી પણ હજી અધૂરી
રિવર રાફ્ટિંગ ની શરૂઆત થઇ પણ પ્રવાસીઓ માટે જે સુવિધાઓ વધારવાની છે તે બાકી છે. ફૂડ કોર્ટ બનાવવાનું બાકી છે. સેનીટેશન અને ઝૂલા બ્રિજ બનાવવાનો બાકી છે. એટલે આ બ્રિજ બનાવવા રાફ્ટિંગની સેવા પણ અઠવાડિયું બંધ રહે એવી શક્યતાઓ ઉભી થઇ છે.

Download Our B K News Today App



Related News