ગગાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:19:30
  • Views : 1613
  • Modified Date : 2019-04-29 11:19:30

થરાદ તાલુકાની ગગાણા પ્રાથમિક શાળામાં  શનિવારના રોજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય  અને સ્ટાફ ગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ધોરણ આઠના વિદ્યાર્થીઓ તરફથી સ્પીચ સ્ટેજ શાળાને ભેટ આપવામાં આવી. તમામ બાળકોને સ્ટાફ તરફથી નાસ્તો આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન-સંચાલન શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ અને શિક્ષક અમરાભાઇ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે સુંદર રીતે કર્યુ હતું.


Download Our B K News Today App



Related News