ચિ.હં.દોશી પે કેન્દ્ર શાળા, ડીસા ખાતે ધો.૮ ના વિદ્યાર્થીઓએ દિક્ષાંત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:21:43
  • Views : 466
  • Modified Date : 2019-04-08 06:21:43

ચિ.હં. દોશી પે કેન્દ્ર શાળા ખાતે ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ દેના બેંક, નિવૃત્ત મેનેજર ભવાનીશંકર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો. પ્રાર્થના, સ્વાગત બાદ દરેક વિદ્યાર્થીઓને ભવાનીશંકર ત્રિવેદી દ્વારા પેન આપવામાં આવી. વર્ષ દરમિયાન વિશેષ યોગદાન આપનાર વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલ પ્રવિણભાઈ સાધુ અને સ્ટાફ દ્વારા લંચબોક્ષ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓએ પોતાના ધો.૧થી૮ સુધી અભ્યાસના દિવસોને જીવનના અમૂલ્ય દિવસો તરીકે વર્ણવ્યા. અધ્યક્ષ મહોદય અને આચાર્ય તથા સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે   તેમજ અભ્યાસમાં સાતત્ય રાખી શાળા,કુટુંબ અને ગામનું ગૌરવ વધારે તેવી શુભ આશીષ આપવામાં આવ્યા. આ પ્રસંગે અશ્વિનભાઈ પટેલ, દર્શનભાઈ મેવાડા, ભાવિકાબેન દવે, જિજ્ઞાસાબેન સુથાર, વિષ્ણુભાઈ વણસોલા, ઈશ્વરભાઈ પંચાલ, હરેશભાઈ ભાટી, પ્રકાશભાઈ ગોહિલ, વિષ્ણુભાઈ પ્રજાપતિ થકી કાર્યક્રમને સફળતા મળી હતી. અને ચંદુભાઈ  એ.ટી.ડી.નો સહકાર થકી કાર્યક્રમો સફળતા મળી.


Download Our B K News Today App



Related News