ઓમ પ્રાયમરી સ્કૂલ વાવ ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:17:44
  • Views : 468
  • Modified Date : 2019-04-13 07:17:44


ઓમ પ્રાયમરી સ્કૂલ,વાવ ખાતે તા. ૧૨/૦૪/૨૦૧૯ ને શુક્રવારના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું  સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના પ્રારંભમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળાપરિવાર વતી તેમનું સન્માન  કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીએ તેમના ધોરણ ૧ થી ૮ ના શૈક્ષણિક સંસ્મરણો વાગોળ્યા હતાં. જે સંસ્મરણો વાગોળતાં બાળકો ભાવુક બની ગયાં હતાં. ધોરણ-૮ના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં પોતાની મધુર યાદના પ્રતિક રૂપે સુંદર ભેટ અર્પણ કરવામાં આવી હતી. શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવરાવામાં આવી હતી. શાળાના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદીએ દરેક વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ જીવન માટે આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.


Download Our B K News Today App



Related News