ધો-10નું પરિણામ આ દિવસે આવશે...,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 13:14:14
  • Views : 546
  • Modified Date : 2019-05-15 13:16:31

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે. 21 મેના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોવા મળશે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કસિટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરવામાં આવશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

Download Our B K News Today App



Related News