કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી ધોરણ 1 થી 5ની શાળાઓ બંધ હતી. પરંતુ હવે સરકારે 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતાં આજે નાના બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરીથી ગુંજી ઊઠી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-23 11:45:15
  • Views : 202
  • Modified Date : 2021-11-23 11:45:15

 

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી ધોરણ 1 થી 5ની શાળાઓ બંધ હતી. પરંતુ હવે સરકારે 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતાં આજે નાના બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરીથી ગુંજી ઊઠી હતી.

કોરોના કાળની શરૂઆતથી શાળાનું શિક્ષણ કાર્ય ઠપ્પ છે. કોરોના સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે 6થી ઉપરના તમામ ધોરણોનો ઓફલાઇન અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ  ધોરણ 1 થી 5 ના બાળકો કોરોનાકાળમાં છેલ્લા 2 વર્ષથી ઓફલાઇન અભ્યાસથી વંચિત રહ્યા છે અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે...શૈક્ષણિક વર્ષ 2021 - 22 નું દિવાળી વેકેશન પૂર્ણ થયુ છે. ત્યારે રાજય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી..જેના કારણે આજે ફરી એકવાર શાળાઓમાં ચહલપહલ જોવા મળી છે. 20 મહિના જેટલા લાંબા સમય બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થયા રહ્યાં છે. જેને કારણે ભૂલકાઓમા સ્કૂલ જવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો હતો..રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો ફરી શરૂ થતા નાના બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરીથી ગુંજી ઊઠી હતી.

એન્જલ્સ ગુજરાતી મીડિયમ શાળાના આચાર્ય યોગેશ પટેલએ જણાવ્યુ હતું કે બે વર્ષથી જે સ્કૂલો બંધ હતી અને ધોરણ 1 થી 5ના નાના બાળકો શાળા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા તેનો આજે અંત આવ્યો હતો..સરકારે જે નિર્ણય લીધો છે ખરેખર સરાહનીય છે..શાળામાં કોરોના ગાઈડલાઇનનો સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે,બાળકોને માસ્ક,હેન્ડ સેનિટાઈઝર તેમજ social distortion સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.. બાળકોએ આનંદ સાથે શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણકાર્ય કર્યું હતું..

 

Download Our B K News Today App



Related News