શંખેશ્વર- અમદાવાદ એસ.ટી. બસમાં વિરમગામના મુસાફરો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:31:04
  • Views : 493
  • Modified Date : 2019-04-20 05:31:04

 વિરમગામ સામાન્ય રીતે મંદિરમાં કે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવતી હોય છે.  પરંતુ વિરમગામથી નિયમિત એસ.ટી. બસમાં  અપડાઉન કરતા મુસાફરો દ્વારા શંખેશ્વર- અમદાવાદ બસમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. શંખેશ્વર- અમદાવાદ એસ.ટી.બસમાં વિરમગામથી સાણંદ અપડાઉન કરતા પાસ ધારકો અને મુસાફરોના સાથ સહકાર થી બસમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી.  આ ઉપરાંત  સત્યનારાયણ ભગવાનની આરતી ઉતારીને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશ દવે, હર્ષ ડોડીયા, નરેશ દલવાડી, ભાવેશ રામી સહિતના મુસાફરોએ જહેમત ઉઠાવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. બસ પાસ ધારકો દ્વારા  છેલ્લાં દસ વર્ષથી વર્ષમાં એક વખત  બસમાં સત્યનારાયણ ભગવાનની કરવામાં આવે છે.



Download Our B K News Today App



Related News