Stay Home-B.K. મોબાઇલ એપ પર ઓર્ડર કરાવી વસ્તુઓ અને મેડીકલ સેવા ઘેરબેઠાં મેળવી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 17:46:25
  • Views : 1338
  • Modified Date : 2020-04-09 17:46:25

નોવોલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા Stay Home-B.K.  મોબાઇલ એપ બનાવવામાં આવી છે જેનું આજે બનાસકાંઠા કલેકટર  સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ એપ પર ઓર્ડર બુક કરાવી લોકડાઉનના સમય દરમ્યાન લોકો કરીયાણું, મેડીકલ, ઇલેક્ટ્રોનિક, પ્લમ્બીંગ અને વૃધ્ધોને લગતી સેવાઓ મેળવી શકશે. સ્ટે હોમ બી.કે. એપમાં ઓર્ડર બુક કરાવ્યા બાદ આ તમામ વસ્તુઓ અને સેવાઓની હોમ ડીલીવરી કરવામાં આવશે.  આ પ્રસંગે અગ્રણી હિતેષભાઇ ચૌધરી, ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા, વિવેકાનંદ મંડળના સભ્ય વિવેકભાઇ રાજગોર અને  કિશનભાઇ મેવાડા ઉપસ્થિત રહ્યા હતાં. 

Download Our B K News Today App



Related News