સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 17:09:20
  • Views : 358
  • Modified Date : 2020-01-09 17:09:20

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન અને પર્યાવરણના અગ્રસચિવ અને નર્મદા નિગમના એમ.ડી ડો.રાજીવ ગુપ્તાના હસ્તે પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં વિવિધ 15 દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત 89 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. પતંગ મહોત્સવમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા આવેલા પ્રવાસીઓ પણ જોડાયા હતા.પતંગ મહોત્સવ પણ એકતાના પ્રતીક છેઃ રાજીવ ગુપ્તા 

વન અને પર્યાવરણના અગ્ર સચિવ અને નર્મદા નિગમના એમ.ડી ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે પતંગ મહોત્સવ પણ એકતાના પ્રતીક સમો બન્યો છે.જેમાં દેશવિદેશથી પતંગબાજો આવ્યા છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા ગુજરાતમાં પતંગોત્સવ શરૂ કરાવ્યો હતો. કેવડિયામાં આ વખતે પ્રવાસીઓ અને પતંગબાજોને ખુબ મજા આવી છે અને પતંગોત્સવ સફળ રહ્યો છે.

Download Our B K News Today App



Related News