સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક કાલથી ખુલ્લો મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 12:59:53
  • Views : 459
  • Modified Date : 2020-02-17 12:59:53

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ 18 ફેબ્રુઆરીથી જંગલ સફારી પાર્ક પણ જોઇ શકશે.જેમાં સરકારે રાતોરાત પાર્કને પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે. પાર્કમાં 62 જાતના એક હજારથી વધુ પશુપક્ષીઓ જોવા મળશે. પ્રવાસીઓ તેની ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકશે. જુદાજુદા 20 પ્રોજેક્ટો પૈકી સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક ખુલતા જ હજારો પ્રવાસીઓની આતૂરતાનો અંત આવશે.જે કેવડિયામાં 375 એકરમાં ફેલાયેલા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક(કેવડીયા જંગલ સફારી)ની ઓનલાઇન તેમજ ટીકીટબારી પરથી પણ ટીકીટ બૂક કરાવી શક્શે. સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ન્યૂ દિલ્હીની મંજુરી બાદ મંગળવારથી વિશ્વકક્ષાનો સફારી પાર્ક ખુલ્લો મૂકવાની રવિવારે જાહેરાત કરાઇ છે. જે સફારી પાર્કમાં ફરવા માટે ઈ- કાર્ડની સુવિધા રહેશે.પાર્ક સાત અલગ-અલગ એલિવેશનમાં છે,જે એન્ટ્ર્ન્સ પ્લાઝાથી વાઈલ્ડ એસ એન્ક્લોઝર સુધી ફેલાયેલુ છે. જેમાં કુલ 16 એન્ક્લોઝરનો સમાવેશ કર્યો છે.આ એન્ક્લોઝરમાં જુદા-જુદા વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે. પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટીકીટ મેળવવાનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધીનો રહેશે પ્રવાસીઓ ઇલેક્ટ્રિક ઇકો કારમાં સફારી કરી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વિદેશી અને દેશી પશુ પક્ષીઓની ખુબ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓની માંગને લઈને પાર્ક હાલ પ્રયોગિક ધોરણે ચાલુ કરાયો છે. 18મીથી પ્રવાસીઓ માટે આ સફારી પાર્ક ખુલ્લું મુકાશે પરંતુ હાલ પ્રાયોગિક ધોરણે છે. - રાજીવ ગુપ્તા, સચિવ, વનવિભાગ

સફારી પાર્કને 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્યપ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિત વિભાગોમાં બનાવવામાં આવ્યું છે. 1000થી વધારે જાતિના પશુ પક્ષીઓ અને દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જેમાં જિરાફ, જીબ્રા, સિંહ, વાઘ, મગર, વરુ, સહીત રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે. જંગલમાં વિહરતા વન્ય પશુ પક્ષીઓ જોવા મળશે.

Download Our B K News Today App



Related News