સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં સફર માટે ક્રૂઝ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:12:12
  • Views : 401
  • Modified Date : 2020-03-11 17:12:12

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ નર્મદા નદીમાં ક્રૂઝની સફર કરી શકશે.જેના માટે ક્રૂઝ તૈયાર થઇ ગઇ છે. જે ક્રૂઝને આજે નર્મદા નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમ આગામી 21 અને 22 માર્ચની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી કેવડિયા ખાતે નર્મદા નદીમાં ક્રૂઝનું લોકાર્પણ કરશે.આમ 6 કિ.મી સુધીના રૂટમાં નર્મદા નદીમાં ક્રૂઝની સફર કરી શકાશે.આમ કેવડિયા ખાતે જનારા પ્રવાસીઓ હવે ક્રૂઝમાં જળમાર્ગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવાનો રોમાંચ મેળવી શકશે.જેના માટે 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે.આ ક્રૂઝમાં પ્રવાસીઓ ગોવાની જેમ ડીજે-ડાન્સની મજા માણી શકશે.ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિદીઠ રૂા.300 નક્કી કરવામાં આવ્યું છે.ગરુડેશ્વરથી 6 કિ.મીના અંતરમાં આ ક્રૂઝ ચાલશે. શ્રેષ્ઠ ભારત ભવન પાસે ક્રૂઝ પોઈન્ટ બનશે.ત્યાંથી સીધા 6 કિ.મીના રૂટમાં એક કલાક ક્રૂઝની મઝા પ્રવાસીઓ માણી શકશે.આગામી 21 અને 22 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.આ પ્રવાસ દરમિયાન મોદી કેવડિયા આવશે અને ક્રૂઝનું લોકાર્પણ કરશે.ત્યારબાદ પ્રવાસીઓ ક્રૂઝનો આનંદ માણી શકશે.આમ ક્રૂઝમાં એકસાથે 200 પ્રવાસીઓ બેસી શકશે,ક્રૂઝ 6 કિલોમીટર ફેરવવામાં આવશે,ગરુડેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનો ફેરો એક કલાકનો રહેશે,રાત્રે સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત-સંગીત પણ રહેશે,ક્રૂઝનું ભાડું રૂપિયા 300 રાખવામાં આવશે,જમવા,નાસ્તાની સુવિધા હશે

Download Our B K News Today App



Related News