ધાનેરાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નું પાણી બાબતે નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:22:01
  • Views : 255
  • Modified Date : 2022-03-15 12:22:01

ધાનેરાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નું પાણી બાબતે નિવેદન

 

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે મોટાભાગના લોકો વર્ષોથી ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવા અને પીવા માટે સમયસર પાણી મળી રહે તે માટે જિલ્લામાં નર્મદાની નહેર બનાવવામાં આવી હતી પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં ખેડૂતોને ખેતી અને પીવા માટે પાણી મળતું નથી જેના કારણે અવારનવાર પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ માં નહિવત વરસાદ ના કારણે પાણીની આવક થઇ હતી જેના કારણે હાલ ત્રણેય જળાશયોમાં પાણી વગર તળિયા દેખાઈ રહ્યા છે જેથી ડેમ આધારીત ગામડાઓમાં વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે બાબતે ખેડૂતોએ અને સ્થાનિક લોકોએ પાણીની સમસ્યા હલ કરવા માટે અનેકવાર આંદોલનો કર્યા છે તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી અત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે ત્યારે હજુ આગામી સમયમાં ઉનાળો બાકી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક પાણીની સુવિધા પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે બાબતે ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર અને ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાભાઈ પટેલે પાણીના પ્રશ્નને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું જોઇતાભાઇ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્નોને લઇ સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોનું સાંભળી અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે જરૂરી છે ત્યારે આગામી સમયમાં જો સરકાર દ્વારા પાણીના પ્રશ્નો નિકાલ નહી લાવવામાં આવે તો પાણીના મુદ્દે ઉગ્ર આંદોલન થશે તેવું જોઇતાભાઇ પટેલે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News