ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન : કોંગ્રેસ અને આપ ભાજપ માટે તાળીઓ વગાડતા રહી જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 11:56:05
  • Views : 315
  • Modified Date : 2022-03-14 11:56:05

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠાની મુલાકાતે હતા. ડીસા સિવિલ હોસ્પિટલ મુલાકાત તેમજ એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠા આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેષ પટેલે જાતિવાદી રાજકારણ સામે સવાલ ઉભા કર્યા. પાટીદાર આગેવાન નરેશ પટેલ મામલે તેમણે કહ્યું કે નરેશ પટેલ સમજુ આગેવાન છે અને કોઈના આમંત્રણથી તેઓ કોઇ પાર્ટીમાં જોડાય તેવું નથી અને એ તેમનો વિષય છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન : કોંગ્રેસ અને આપ ભાજપ માટે તાળીઓ વગાડતા રહી જશે

 

એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠાના ડીસા આવેલા આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે ડીસા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ડીસાની સિવિલ હોસ્પિટલને વર્ગ-૧ ની હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ તેમજ અન્ય બાબતોને લઈને આજે ડીસા સિવિલ હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ મુલાકાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પાટીદાર આગેવાન નરેશ પટેલને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જે મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે જાતિવાદના રાજકારણને જાકારો આપી ચૂકી છે. દેશમાં પણ હવે જાતિવાદી રાજકારણને તિલાંજલિ અપાઈ છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને આમંત્રણ આપે પરંતુ નરેશ પટેલ કોઈના આમંત્રણ આપવાથી કોઈ પાર્ટી જોઈન કરે તેવું નથી. નરેશભાઈ પટેલ પાટીદાર સમાજના મોટા આગેવાન છે. કોઈના આમંત્રણથી તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાય તેવું લાગતું નથી. પરંતુ તે તેમનો નિર્ણય છે. ગુજરાતની જનતા ભાજપની સાથે છે. ભાજપના વિકાસના કામના કારણે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી રહી છે. કોંગ્રેસ અને આપ ભાજપ માટે તાળીઓ વગાડતા રહી જશે.

Download Our B K News Today App



Related News