રાજ્યમાં કમોસમી વરસાદથી 22 લાખ હેક્ટરમાં પાકને નુકસાન,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 13:20:34
  • Views : 398
  • Modified Date : 2019-11-21 13:20:34

રાજ્યમાં પાછોતરા વરસાદ અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનના  સર્વે બાદ રાજ્યમાં 22 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ વ્યાપક નુકસાનને કારણે રાજ્ય સરકારે જાહેર કરેલું 700 કરોડનું પેકેજ અપૂરતું હોવાથી કેબિનેટમાં રાહત પેકેજ વધારવા અંગે ચર્ચા થઇ હતી અને વધારાની કેટલી સહાયની જરૂરિયાત છે તેના અંદાજ મેળવવા કૃષિ વિભાગને સૂચના અપાઈ છે. આમ ગત બુધવારની કેબિનેટમાં રાજ્ય સરકારે 5 લાખ હેક્ટરમાં નુકસાનના અંદાજ સાથે 700 કરોડની સહાયનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે ખેડૂતોને તાત્કાલિક સહાય માટેનો અહેવાલ ચોકસાઇપૂર્વક તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નુકસાન થયું હોય તેવા કોઇપણ ખેડૂતને સહાયથી વંચિત રહી ન જાય તે માટે સર્વેમાં હજુપણ ઉમેરો કરવો પડે તો કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.આમ પાક નુકસાન અંગે કેન્દ્ર સરકારને પણ આવેદન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાથી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે અને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે. આમ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને રૂબરૂ મળીને રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ પાક નુકસાનની વિગતો સાથેનું મેમોરેન્ડમ આપ્યું છે અને તેના આધારે ગુજરાતને આર્થિક સહાયની માંગણી પણ કરવામાં આવી છે.આમ ભેજને કારણે 532 ખેડૂતની મગફળી રીજેક્ટ કરી 18મી તારીખથી મગફળીની ટેકાના ભાવે ફરી ખરીદી શરૂ કરાઈ છે. પરંતુ મગફળીમાં ભેજ હોવાથી 532 ખેડૂતોની મગફળી રીજેક્ટ થઇ છે. જે 10 દિવસ પછી ખરીદાશે.

Download Our B K News Today App



Related News