ધાનેરા નર્સિંગ કોલેજ ખાતે અધતન લેબનું ઉદ્‌ઘાટન કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:41:15
  • Views : 252
  • Modified Date : 2022-10-07 11:41:15

    ધાનેરા ખાતે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેમાં બી.એસ.સી. નર્સિંગ, જી.એન.એમ. તેમજ અન્ય ફેકલ્ટીઓ ચાલુ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને આ વિધાર્થીઓ માટે કોલેજ દ્વારા અધતન લેબ બનાવવામાં આવી છે. આ લેબનું ઉદ્‌ઘાટન બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યુ હતું. જે પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જાેઇતાભાઇ પટેલ,પૂર્વમંત્રી હરજીવનભાઇ પટેલ, ભગવાનદાસ પટેલ, ભુરાભાઇ પટેલ તેમજ સમાજના તમામ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. એલ.કે.પટેલે તમામ આગેવાનોને લેબ બાબતે માહિતીગાર કર્યા હતા.

 

Download Our B K News Today App



Related News