રાજ્યમાં નવેમ્બર માસમાં સૌથી વધુ ઠંડી 102 વર્ષ પહેલા પડી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 13:41:00
  • Views : 442
  • Modified Date : 2019-11-21 13:41:00

નવેમ્બર મહિનો હવે અંતિમ તબક્કામાં છે.ત્યારે ઠંડીના પગરણ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે આ મહિનામાં બુધવારે 17.1 ડિગ્રી સાથે ન્યૂનતમ તાપમાન સૌથી નીચું રહ્યું હતું. આમ રાજકોટમાં નવેમ્બર મહિનો સામાન્ય રીતે હૂંફાળો રહેતો હોય છે. પરંતુ શહેરનો ઇતિહાસ જોઇએ તો 102 વર્ષ પહેલા એટલે કે ઈ.સ. 1917ની સાલનો 16મી નવેમ્બરનો દિવસ રાજકોટના ઇતિહાસનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આમ સામાન્ય રીતે પોષ મહિનામાં અનુભવાતી હાડધ્રુજાવતી ઠંડીનો અનુભવ આ દિવસે રાજકોટમાં થયો હતો. મહિનામાં છેલ્લા દસ વર્ષમાં આ મહિનામાં  ન્યૂનતમ તાપમાન 2010ની 28મી નવેમ્બરે 12.8 ડિગ્રી રહ્યું હતું.આમ તાપમાનના રેકર્ડ તૂટે તેવી સંભાવના જોવા મળી રહી છે.આમ રાજકોટમાં દીપોત્સવી તહેવારો બાદ સામાન્ય રીતે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે. ત્યારે છેલ્લા દસ વર્ષમાં નવેમ્બર મહિનામાં ન્યૂનતમ પારો 16.1 ડિગ્રીથી માંડીને 12.8 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. રાજકોટમાં બે દાયકા પહેલા નવેમ્બરમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ પણ થવા પામ્યો હતો. જેમાં રાજકોટના ઇતિહાસમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ ગરમ દિવસ 3 નવેમ્બર 2001 રહ્યો હતો. આ દિવસે રાજકોટનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી રહ્યું હતું. આ વર્ષની દૃષ્ટિએ નવેમ્બરમાં એક જ દિવસ એવો રહ્યો કે જ્યારે તાપમાન 35 ડિગ્રીને વટી ગયું હતું. પહેલી નવેમ્બર 19ના દિવસે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન 17.1 ડિગ્રીથી લઇને 24.9 ડિગ્રી વચ્ચે રહ્યું છે. આમ હવે નવેમ્બરના બાકીના દિવસોમાં તાપમાનમાં અગાઉના રેકર્ડ તૂટે તેવી સંભાવના નહીંવત છે.આમ છેલ્લા દસ વર્ષનું નવેમ્બર મહિનાનું તાપમાન

વર્ષમહત્તમ (તા.)ન્યૂનતમ (તા.)
201837.5 (6)16.4(25)
201736.6(2)14.0(19)
201635.7(7)15.2(20)
201536.9 (14)13.8(28)
201436.7(14)15.5(24)
201335.1(6)14.6(17)
201234.5(12)15.1(28)
201136.2 (10)17.0(20)
201036.3(6)12.8(28)
200938.1(1)14.8(27)

આમ ચાલુ વર્ષે નવેમ્બરમાં ત્રણેય મોસમનો અનુભવની વાત કરીએ તો નવેમ્બર 2019 મોસમની વિસંગતતાની દૃષ્ટિએ થોડો વધુ આકરો રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં શહેર-જિલ્લામાં ગાજવીજ સાથે પાણી વરસી ગયું હતું. 5મી અને 6ઠ્ઠી નવેમ્બરે 6 મીમીથી માંડી અડધો ઇંચ પાણી વરસી ગયું હતું. જે પાક તેમજ જણસ માટે પણ નુકસાનકારક સાબિત થયું છે.

Download Our B K News Today App



Related News