ડીસા ડોક્ટર હાઉસ ખાતે રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ના હસ્તે મહિલાઓ વિનામૂલ્યે સોનોગ્રાફી મશીન ની સુવિધા પૂરી પડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:18:01
  • Views : 268
  • Modified Date : 2022-05-16 11:18:01

 

ડીસા શહેરના ડોક્ટર હાઉસ ખાતે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા હસ્તે મહિલાઓના ચેકઅપ માટે નિશુલ્ક સોનોગ્રાફી મશીન ની સુવિધા પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપની મહિલા મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

 

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં મહિલાઓને લગતી અનેક સુવિધાઓ બહાર પાડવામાં આવી રહી છે ખાસ કરીને મહિલાઓને લગતી યોજનાઓ વધુમાં વધુ પહોંચે તે માટે હાલમાં સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસા ડોક્ટર હાઉસ ખાતે પણ રાજ્ય સરકારના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ના અધ્યક્ષતામાં મહિલાઓને વિનામૂલ્યે તપાસ થાય તે માટે સોનોગ્રાફી મશીન મૂકવામાં આવ્યું હતું આજે સૌ પ્રથમ રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા તમામ મહિલાઓ રાજ્ય સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે મહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતું.આજે ડીસાના ડોક્ટર હાઉસ ખાતે સૌપ્રથમવાર સરકાર દ્વારા મહિલાઓ માટે સોનોગ્રાફી મશીન મુકવામાં આવતા મોટી સંખ્યામાં ડીસા શહેર માંથી મહિલાઓએ શરીરનું ચેકઅપ કરાવ્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તેમજ મોટી સંખ્યામાં ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો ઉપસ્થિત રહી મહિલાઓ સોનોગ્રાફી મશીનના વિનામૂલ્યે વધુમાં વધુ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News