રાજ્યના મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવતા વરસાદની એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:55:20
  • Views : 409
  • Modified Date : 2019-11-07 16:48:49

મહા' વાવાઝોડાની અસરના પગલે મધ્ય ગુજરાતનાં વડોદરા સહિતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, ગોધરા અને દાહોદમાં પણ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.આમ વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો..આમ મધ્ય ગુજરાત સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે મહા વાવાઝોડાની અસરને પગલે વરસાદ વરસ્યો છે. જેની અસર મધ્ય ગુજરાત પર પણ થઇ રહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News