500 વર્ષ જૂની પરંપરાનો અંતઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ અંબાજીમાં હવે ચીક્કીનો પ્રસાદ જ મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-11 18:42:04
  • Views : 538
  • Modified Date : 2023-03-11 18:44:23

વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ અને ચીક્કીના પ્રસાદ વિવાદ અંગે હવે સરકારે ખુલીને સ્પષ્ટ વાત કરી દીધી છે. રાજ્યના આરોગ્ય મંત્રી તેજ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અંબાજીમાં હવે ચીક્કીનો પ્રસાદ જ મળશે. આ સાથે તેમણે મોહનથાળના બદલે ચીક્કીનો પ્રસાદ કેમ યોગ્ય છે એના કારણો પણ આપ્યા.

 

અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી.આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.

 

પ્રવક્તા મંત્રીએ કરી સ્પષ્ટતા
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દશન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.

 

અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ ચાલશે
સ્પેશિયલ ચીક્કી, માવાની ચીક્કી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.

Download Our B K News Today App



Related News