રાજ્ય સરકારે છેલ્લા 25 વર્ષથી ચાલતા આર આર સેલને રદ કર્યો, રેન્જ IGની સત્તાની પાંખો કપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:35:35
  • Views : 408
  • Modified Date : 2021-01-22 13:35:35

    ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહવિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એન્ટી કરપશન બ્યુરોએ કાર્યવાહી પણ કરી છે.તાજેતરમાં અમદાવાદ રેન્જ IGના તાબા હેઠળ ચાલતા આર આર સેલનો પોલીસ કર્મચારી 50 લાખનો વહીવટ કરવા ગયો અને પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધો હતો. તે આર આર સેલનો દુરપયોગનો એક કિસ્સો હતો. પણ તપાસ વધુ થાય તે પહેલાં આર આર સેલના વડા એટલે તત્કાલીન રેંજ IG કે જી ભાટીનું મોત નીપજ્યું હતું. પણ હવે સરકારે આ બાબતે શીખ લીધી હોય તેમ 25 વર્ષથી ચાલતા આર આર સેલને કાયમી બંધ કરી દીધું છે.

    રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કરીને તમામ આર આર સેલને રદ કરી દીધા છે. રાજ્યમાં અલગ અલગ 9 રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ ચાલે છે. આર આર સેલમાં નિમણુંક માટે પણ પોલીસ કર્મીઓને ભલામણ કે ચિઠ્ઠીની જરૂર પડતી હતી અને ત્યાં પહોંચ્યા બાદ જિલ્લા LCB અને આર આર સેલ વચ્ચે ઘણી વખત વિવાદ સર્જાતો હતો.

    25 વર્ષથી કેટલાક રેંજ IG અને DSPના સારા સબંધોના કારણે નિર્વિવાદ કામગીરી ચાલી હતી.પરંતુ કેટલાક ઈમાનદાર DSP અને તેનાથી વિપરીત માઈન્ડ સેટ ધરાવતા IG વચ્ચે અનેક વખત કોલ્ડ વોર થતો હતો. જેના કારણે ક્રોસ રેડ જેવી બાબતો પણ સામે આવી હતી. હવે સરકારે IG ને મળતી અબાધિત સત્તાઓની પાંખો કાપી નાખી છે. તેની સાથે જિલ્લા DSP અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની સત્તાઓમાં વધારો થશે જેના કારણે લોકલ સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSPને સત્તા મળશે.

Download Our B K News Today App



Related News