મંકીપોક્સને લઈને રાજ્ય સરકારો એલર્ટ : દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ દર્દીથી ફફડાટ, હોસ્પિટલમાં કરાયો દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 10:34:45
  • Views : 240
  • Modified Date : 2022-07-27 10:34:45

મંકીપોક્સને લઈને રાજ્ય સરકારો એલર્ટ : દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ દર્દીથી ફફડાટ, હોસ્પિટલમાં કરાયો દાખલ

કહેવામાં આવી રહ્યું છે કે દર્દીના વિદેશ પ્રવાસનો રેકોર્ડ મળી ગયો છે. આ જ હોસ્પિટલમાં મંકીપોક્સના અન્ય એક દર્દીની સારવાર ચાલી રહી છે. આમ દેશમાં મંકીપોક્સના કેસો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ કેરળમાં ત્રણ અને  તેલંગાણામાં એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે. જેઓના  સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં  આ અગાઉ 34 વર્ષીય વ્યક્તિ, જે વ્યક્તિ મંકીપોક્સની સારવાર અર્થે એડમિટ કરાયો છે. તેણે વિદેશ પ્રવાસ કર્યો ન હતો પરંતુ સ્થાનિક રીતે મુસાફરી કરી હતી. હાલ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બીજી બાજુ તેલંગાણામાં મળી આવેલ શંકાસ્પદ દર્દી તાજેતરમાં કુવૈત ગયો હતો. 20 જુલાઈના રોજ તેને તાવની ફરિયાદ થઈ અને તેના શરીર પર ફોલ્લીઓ દેખાયા. આ પછી તેને કામરેડ્ડી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પુણેના સેમ્પલનું પરિણામ આવવાનું બાકી છે.

 

દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ મળી આવ્યા છે.

આમાંથી ત્રણ કેરળમાં અને 1 દિલ્હીમાં મળી આવ્યો છે. દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો દર્દી લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ત્વચા પર ફોલ્લીઓ અને ઘાને ઠીક થવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગશે. બીજી તરફ મંકીપોક્સના કેસ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે.

કયા રાજ્યમાં શું છે તૈયારી?

દિલ્હી: વિદેશથી દિલ્હી આવતા મુસાફરો કે જેમને મંકીપોક્સના ચેપના લક્ષણો છે તેમને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લોકનાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આવા દર્દીઓ માટે અહીં વોર્ડ બનાવવામાં આવ્યા છે.

ઝારખંડ: ઓપીડીમાં શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે સૂચનાઓ આરોગ્ય વિભાગે રાંચી સહિત રાજ્યના તમામ સિવિલ સર્જનોને એડવાઈઝરી જારી કરી છે અને તેમને મંકીપોક્સ અંગે તેમની સંબંધિત હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

ઉત્તરાખંડ : ઉત્તરાખંડ સરકારે ડેન્ગ્યુ અને મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં એવા લોકો પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે, જે કેરળ અથવા પ્રભાવિત દેશોમાંથી ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે.

યુપીઃ યુપી સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્ય સરકાર વતી કહેવામાં આવ્યું છે કે પડોશી રાજ્યોમાં મંકીપોક્સના કેસ જોવા મળે ત્યારે સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મંકીપોક્સને ધ્યાનમાં રાખીને કોવિડ સમર્પિત હોસ્પિટલોમાં પ્રત્યેક 10 બેડ અનામત રાખ્યા છે. આ સિવાય સરકારે કહ્યું છે કે સામુદાયિક આરોગ્ય અધિકારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ (ANM અને ASHA) ને સર્વેલન્સ માટે તાલીમ આપવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News