રાજ્ય સરકાર ઝૂકી, ટેસ્ટ ટ્રેક પર રિક્ષાથી ટેસ્ટ આપી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 13:09:10
  • Views : 466
  • Modified Date : 2019-10-07 13:09:10

કેન્દ્ર સરકાર દ્વારા લાઇસન્સની કેટેગરીમાં ફેરફાર કરી વિવિધ વાહનો માટેની કેટેગીરીમાંથી ફ્રી વ્હિલરની કેટેગીરી જ દૂર કરી દીધી હતી અને આવા વાહનો માટે ફોર વ્હિલ કેટેગીરીમાં લાયસન્સ કઢાવવાનું નક્કી કરાયા બાદ થ્રી વ્હીલરનો ક્લાસ કાઢી નંખાતાં રિક્સા ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે તેમની માંગણીને ધ્યાને રાખી રિક્ષા દ્વારા ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવા મંજૂરી આપી છે. રિક્ષાથી ટેસ્ટ આપ્યો હશે તો પણ ફોર વ્હીલરનુ લાઇસન્સ મળશે.હવે ફોર વ્હીલરનુ લાઇસન્સ લેવાનું રહેશે. સરકારે એલએમવીમાં 7.5 ટન સુધીનાં તમામ વાહનોને સમાવી લેતાં રિક્ષા, ટ્રેકટર અને છોટા હાથી જેવાં વાહનો માટે મળતાં લાઇસન્સ નથી નીકળતાં. જે અંગે રિક્ષા ચાલકો દ્વારા ફોરવ્હીલર શીખવાનો ખર્ચ અને અન્ય મુશ્કેલીઓ સામે રજૂઆત કરી હતી. જેથી રાજ્યસરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે ફોર વ્હીલરનુ લાઇસન્સ લેવાનું રહેશે. ફોર્મ અને લર્નિંગ ટેસ્ટ બાદ પાકા લાઇસન્સ માટે રિક્શા ચાલકો રિક્શા દ્વારા ટેસ્ટ આપી શકશે.

Download Our B K News Today App



Related News