પાલનપુર નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 13:19:30
  • Views : 261
  • Modified Date : 2021-08-05 13:19:30

     મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા ચાર દિવસથી તા.૧ લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત બુધવારે પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસ નિમિત્તે સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૧૮૫ સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને રૂ. ૧.૮૫ કરોડની લોન સહાયના ચેક અપાયા હતાં. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ  હેતલબેન રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, અગ્રણીઓ  કુમુદબેન જાેષી, ગજેન્દ્રભાઇ સક્સેના, માધાભાઇ પટેલ, કોકીલાબેન પંચાલ, જાગૃતિબેન મહેતા, જાગૃતિબેન મોઢ, હર્ષાબેન મહેશ્વરી, લીડ બેંકના મેનેજર પી.એસ.મીણા, બરોડા બેંકના જાખડ અને જીગ્નેશ શાહ, જિલ્લા રજીસ્ટ્રાર ખરાડી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News