રાજ્ય સરકારે અમદાવાદની બે ડ્રાફ્ટ અને બે ફાઈનલ ટીપી સહિત 7 TPને મંજૂર કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 17:48:16
  • Views : 409
  • Modified Date : 2020-02-11 17:48:16

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2020ના પ્રથમ બે માસમાં જ 7 TP અને 1 ફાઈનલ DP યોજનાઓ તેમજ વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-8 યોજના મંજૂર કરી છે. આમ મુખ્યમંત્રીએ અમદાવાદની 2 ડ્રાફ્ટ TP તથા 2 ફાઈનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની 1-1 એમ 3 પ્રિલિમિનરી TP મળી કુલ 7 તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં અંતિમ મંજૂરી આપી છે. આમ અમદાવાદની વટવા-2 તથા ભાવનગર શહેરની TP સ્ક્રીમ નં-9 મંજૂર કરાઇ છે.ત્યારે મુખ્યમંત્રીએ લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમિનરી TP સ્ક્રીમ નં.4, અમદાવાદની પ્રિલમિનરી 88 (વટવા-2) તથા ભાવનગર શહેરની TP સ્ક્રીમ નં-9 (રૂવા) પણ મંજૂરી કરી છે. મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા અમદાવાદની 2 ડ્રાફ્ટ TP સ્કીમ 418 અને 152 મંજૂર કરી છે, પરિણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.

Download Our B K News Today App



Related News