શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું: 'ધો-12ની પરીક્ષા લેવાશે જ, કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને તારીખ જાહેર કરીશું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-16 15:20:45
  • Views : 268
  • Modified Date : 2021-05-16 15:20:45

     રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણમંત્રીએ ધો-12ની પરીક્ષા સંદર્ભે જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજથી 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી છે. દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે.

     તાઉ-તે વાવાઝોડાની સંભાવનાને લઇને તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મોરચે સતત કામ કરી રહી છે. વાવાઝોડાની અસર રાજ્યના 14 જિલ્લામાં થવાની છે. રાજ્ય સરકારે વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ કરી છે. તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટ જાય તો હોસ્પિટલોમાં જનરેટરની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત NDRF અને SDRFની પૂરતી વ્યવસ્થા કરી છે

    તાઉ-તે વાવાઝોડાની સંભાવનાને લઇને તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મોરચે સતત કામ કરી રહી છે. વાવાઝોડાની અસર રાજ્યના 14 જિલ્લામાં થવાની છે. રાજ્ય સરકારે વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ કરી છે. તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટ જાય તો હોસ્પિટલોમાં જનરેટરની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત NDRF અને SDRFની પૂરતી વ્યવસ્થા કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેજ રીતે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર 4 કલાકમાં જ રિપોર્ટ આવશે.


Download Our B K News Today App



Related News