રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણમાં પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ તેમજ દેશમાં બીજા ક્રમાકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 13:59:33
  • Views : 390
  • Modified Date : 2019-11-21 13:59:33

તાજેતરમાં ભારત સરકારે સમગ્ર દેશમાં કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ 2019મા પાટણ જિલ્લાએ રાજ્યમાં અને પશ્ચિમ ઝોનમાં પ્રથમ તેમજ સમગ્ર દેશમાં ચોથો ક્રમ મેળવ્યો છે. ત્યારે મંગળવારે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાના હસ્તે જિલ્લાવિકાસ અધિકારી ડી.કે પારેખ અને તેમની ટીમને એસ.એસ.જી એવોર્ડથી નવાજ્યા હતા. .આમ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પાટણ જિલ્લાએ દેશમાં ચોથો અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.આમ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત ઓગસ્ટ માસમા દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની ટીમ દ્વારા નિયત કરાયેલી એજન્સી મારફતે પાટણ જિલ્લાના 24 ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં શાળાના આંગણવાડી આરોગ્ય કેન્દ્ર ધાર્મિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તે સ્થળ પર શૌચાલયનો ઉપયોગ તેમજ તે વિસ્તારની સફાઈના આધારે મૂલ્યાંકન કર્યું હતું. આ ઉપરાંત ટીમે ગામના સામાન્ય નાગરિકોના પ્રતિભાવ લીધા હતા. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાટણ જિલ્લો ગુજરાત રાજ્યમાં તેમજ દેશના પશ્ચિમ ઝોનમાં પ્રથમ ક્રમે અને સમગ્ર દેશમાં ચોથા ક્રમે રહ્યો છે. ત્યારે મંગળવારે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાના હસ્તે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.આર.પરમાર અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર દિલીપ ચૌહાણને સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ એવોર્ડથી નવાજ્યા હતા.આમ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે. જેમાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું  કે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગયા વર્ષે પણ પાટણ જિલ્લાનો દેશમાં ચોથો અને રાજ્યમાં પ્રથમ ક્રમ હતો પશ્ચિમ ઝોનમાં બીજો ક્રમ ત્યારે આ વખતે પશ્ચિમ ઝોનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આમ વર્ષ 2020માં દેશમાં પ્રથમ ક્રમ આવે તેવા પ્રયત્નો કરીશું આમ તંત્રના પ્રયાસોથી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતા પાટણ જિલ્લો સતત બે વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ માટે પસંદગી પામી રહ્યો છે.

Download Our B K News Today App



Related News