CM રૂપાણીના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત, મંત્રીમંડળના તમામ સભ્યો અને સંગઠનના હોદ્દેદારોના ટેસ્ટ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 13:45:07
  • Views : 359
  • Modified Date : 2021-02-15 13:45:07

    વડોદરામાં શનિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબીયફ સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે. જેને પગલે પાર્લામેન્ટ્રી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે.

    આ પહેલા મુખ્યમંત્રી રૂપાણી 14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતાં.

Download Our B K News Today App



Related News