સાબરકાંઠા લોકસભા બેઠકના કાર્યકરો અને હોદ્દેદારો તથા પદાધિકારીઓ સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-16 12:36:11
  • Views : 247
  • Modified Date : 2024-03-16 12:36:11

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શનિવાર 16, માર્ચે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં મુખ્ય પ્રધાન દ્વારા ચૂંટણીના સંદર્ભમાં આયોજન આપવામાં આવ્યુ હતુ.હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી થિયેટર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં બેઠક બાદ ભોજનનું આયોજન નવા સરકીટ હાઉસ ખાતે કરવામાં આવ્યુ હતુ. ભોજન બાદ પણ કેટલાક મહત્વના આગેવાનો અને પદાધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News