પાટનગરમાં તાપમાન ઘટતાં ઠંડીનું પ્રમાણ વધ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 16:56:33
  • Views : 388
  • Modified Date : 2019-11-07 16:56:33

દિવાળીના તહેવારથી ઠંડીનો માહોલ જામતો હોય છે, પરંતુ ચાલુ સાલ હજુ સુધી જોઇએ તેવી ઠંડીની શરૂઆત થઇ નથી. તેમજ ભાઇબીજના દિવસે માવઠુ થયા પછી શહેર અને જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. જેમાં મહા વાવાઝોડાના પગલે તાપમાન નીચુ જતાં ગાંધીનગરમાં વહેલી સવારે અને મોડી રાત્રે  ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં આજે લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયુ છે. જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમનું  તાપમાન છે.આમ  ગત વર્ષે તો ઓક્ટોબર માસના અંતિમ અઠવાડિયાથી ઠંડીનો પારો નીચે ઉતરવા લાગ્યો હતો .આમ ૨૫મી ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સુધી નીચુ ગયુ હતું. તેમજ નવેમ્બર માસમાં તાપમાન ૧૩ ડિગ્રી સુધીનું નોંધાયુ હતું. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર માસ શરૂ થયો હોવા છતાં ૨૨ ડિગ્રીથી નીચુ તાપમાન ઉતર્યુ નથી.આમ હવામાન ખાતાના જણાવ્યા મુજબ  બુધવારે મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયુ હતું. જેના કારણે  ગાંધીનગર શહેરમાં  શિયયાળાના દિવસો જેમ આગળ વધતાં જશે તેમ ઠંડીનો પારો વધતો રહે તેવું લાગી રહ્યું છે. આમ અગાઉના વર્ષોમાં રાજ્યના ડીસા, નલીયા અને સૌરાષ્ટ્રના વિસ્તારો કરતા પણ ગાંધીનગર શહેર શિયાળામાં અનેક વખત સૌથી વધુ ઠંડુ શહેર જોવા મળ્યું છે. તેમ છતાં ઠંડી અને ગરમી તેમજ વરસાદી મોસમનું વાતાવરણ અન્ય જિલ્લા કરતા વિપરિત જોવા મળી રહ્યું છે. આજે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે 21.2 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર તે પછી વલસાડ ૨૧.૬ અને ગાંધીનગર ૨૨ ડિગ્રી નોંધાયુ છે.

Download Our B K News Today App



Related News