રાજ્યમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 18:03:18
  • Views : 357
  • Modified Date : 2020-02-16 18:03:18

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે સવારે માત્ર જરાક ઠંડીનો અહેસાસ થયો હતો. આજે ગિરનાર પર્વત ઉપર સૌથી ઓછુ ૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આજે કચ્છના નલીયામાં ૧૨ ડીગ્રી, રાજકોટમાં ૧૪.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.જુનાગઢના તાપમાનમાં અકિલા ધરખમ ઘટાડો થવાની સાથે ગિરનાર ખાતે ૮.૭ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૧.૬ ડીગ્રી રહયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧૩.૭ ડીગ્રીએ સ્થિર થતા સાત ડીગ્રી ઠંડી વધી હતી. જુનાગઢના ગિરનાર ખાતે આજે ૮.૭ ડીગ્રી તાપમાન રહેતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૧ ટકા અને પવનની ગતી ૪.૩ કી.મી.ની રહી હતી. આજનુ હવામાન ૩૦.પ મહતમ ૧૩ લધુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.ર પ્રતિ કલાક પવનની ગતી જોવા મળી રહી છે. 

Download Our B K News Today App



Related News