રાજ્યના 60 હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ પર જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 15:36:17
  • Views : 338
  • Modified Date : 2019-11-01 15:36:17

કાઇઝાલા એપ્લિકેશન બાદ શિક્ષણ વિભાગે શિક્ષકો એક મંચ પર આવે તે માટે ફેસબુકની વર્કપ્લેસ એપ્લિકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. અત્યાર સુધી રાજ્યની સ્કૂલોના 60 હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશન પર જોડાઇ ચુક્યા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 60 હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશનથી જોડાયા છે. આ પ્લેટફોર્મ પર શિક્ષકો પોતાના ક્રિએટિવ આઇડિયાની આપ-લે કરે છે. શહેરી વિસ્તારના શિક્ષકો અને છેવાડાના ગામની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પોતાની સ્કૂલની સારી અને મુશ્કેલ મુદ્દાઓ એકબીજાને જણાવી રહ્યાં છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે, શિક્ષકો વર્કપ્લેસ પર ઓનલાઇન ઓગમેન્ટેડ રિયાલિટી શીખી રહ્યાં છે અને અન્ય બીજા શિક્ષકો શીખવી રહ્યાં છે. જેનો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. વિજ્ઞાન જેવા અધરા વિષયોમાં વિદ્યાર્થીઓ સરળતાજી સમજી શકે તે માટે ઓગમેન્ટેડ રિયાલિટીની મદદ શિક્ષકો લઇ રહ્યાં છે. જેથી અઘરા મુદ્દાઓને બહું સરળતાથી વિદ્યાર્થીઓ શીખે છે. આ માટે શિક્ષકો પ્લેટફોર્મ પર પોતે તૈયાર કરેલા વિડીયો પણ શેર એક બીજાને શેર કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News