સુરતમાં 18+ના યુવકોને રસી મૂકવાનું શરૂ કરાતા જ સેન્ટરો પર લાઈન લગાવી કોરોનાને હરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 17:03:22
  • Views : 164
  • Modified Date : 2021-05-01 17:03:22

    આજથી ગુજરાતમાં નિયત કરેલા જિલ્લામાં અને શહેરમાં 18 વર્ષથી ઉપરના યુવકોને પણ કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં પણ મોટી સંખ્યામાં યુવકોએ રસી મૂકાવવામાં ઉત્સાહ દાખવ્યો છે. વહેલી સવારથી જ યુવકો વેક્સિનેશન સેન્ટર બહાર લાઈન સ્વરૂપે ગોઠવાઈ ગયા હતાં. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય નિયત સમય અગાઉ આવેલા યુવકોએ રસી મૂકાવીને કહ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે તેઓ આગળ આવ્યા છે. તથા રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોવાની વાત પણ યુવકોએ વધુમાં કરી હતી.

    ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ શનિવારે સુરત શહેરના યુવાઓ વેક્સિનેશન લેવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હાથમાં પેમ્પલેટ લઈ વેક્સિનેશન જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય હોવાનું યુવાઓ જણાવી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શાન્તમ સંસ્થાના કોવિડ સેન્ટર પર હાથમાં પેમ્પલેટ લઈને યુવાઓ વેક્સિનેશન લગાવતા જોવા મળ્યા હતા.

    માત્ર સુરત મહાનગરપાલિકાના સરકારી કોવિડ સેન્ટરો પર જ નહીં પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ જ્યાં કોવિડ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં આજે યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના યુવાઓએ જણાવ્યું છે કે, કોવિડને હરાવવા માટે માત્ર વેક્સિનેશન જ હથિયાર છે.ગુજરાતમાં આજે સ્થાપના દિવસે આ કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ છે. 18 વર્ષથી ઉપરના યુવાઓ વેક્સિનેશનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાથમાં કોરોના વેક્સિનેશનની જરૂરિયાત અંગેનો પેમ્પલેટ લઇ તેઓ વેક્સિનેશન લેવા માટે સુરતના શાન્તમ સંસ્થા દ્વારા આયોજિત વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા.વેક્સિન લઈને ઘણા યુવકોએ કહ્યું કે, દેશ અને રાજ્યને સુરક્ષિત કરવાની સાથે અમે આ ઉજવણીમાં રસી લીધી છે.



Download Our B K News Today App



Related News