આજથી અમદાવાદ મેમૂ ટ્રેન શરૂ, રૂા.25 ભાડાની સામે રિઝર્વેશન-કન્વેન્શનલ ચાર્જ સાથે રૂા.58 ચૂકવવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 12:01:00
  • Views : 359
  • Modified Date : 2021-03-01 12:01:00

    આજથી અમદાવાદ-વડોદરા મેમૂ શરૂ થશે. ત્યારે મુસાફરોએ રૂા. 25 ભાડા સામે રૂા. 15 રિઝર્વેશન અને ઓનલાઇન બુકિંગના આઇઆરસીટીસીના રૂા.17 મળી કુલ રૂા.32ના વધારા સાથે રૂા. 58 ચૂકવવા પડશે. રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે મુસાફરોની ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. ડિજિટલાઝેશનને પ્રોત્સાહન અને મુસાફરોની સુવિધાના નામે ઓનલાઈન બુકિંગ અને એપ દ્વારા કન્વેન્શનલ ચાર્જ તરીકે ટિકિટ દીઠ રૂ.17 વધુ વસૂલવામાં આવે છે, જ્યારે એસટીમાં આનાથી વિપરીત ઓનલાઇન બુકિંગ કરાવનારને મૂળ ટિકિટના ભાડામાં પણ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન રેલવેમાં 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ અને આઇઆરસીટીસીનો રૂ.17 કન્વેન્શનલ ચાર્જ વડોદરા- અમદાવાદ અને વડોદરા-ભરૂચના બેઝિક ભાડા કરતાં પણ વધારે થાય છે.

    એસટી દ્વારા પણ વોલ્વોના બુકિંગમાં રિઝર્વ સીટ આપવામાં આવે છે, જ્યારે અમદાવાદ મેમુ ટ્રેનમાં બેઝિક ભાડું રૂા. 25 અને રૂા. 15 રિઝર્વેશન ચાર્જ તેમજ ઓનલાઇન બુકિંગ માટે કન્વેન્શનલ ચાર્જ રૂા. 17 વસૂલાય છે, જે 32 રૂપિયા જેટલો થાય છે. કોઈ એજન્ટ પાસે બુક કરાવો તો વધુ રૂપિયા 20 અને 0.17 ટકા પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડે છે. જે ખાનગી ટ્રાવેલ્સવાળા કરતાં પણ મોંઘું થાય છે. એસટીમાં ઓનલાઈન બુકિંગ કરાવનારને રિટર્ન ટિકિટમાં 10% ડિસ્કાઉન્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર પણ આપી રહી છે.

  • - નોકરિયાત વિન્ડો પર ઊભા રહી રિઝર્વેશન કરાવે તે શક્ય નથી. ઓનલાઇન બુકિંગનો ચાર્જ બંધ કરવો જોઈએ. - મોહમ્મદ હબીબ લોખંડવાલા, પ્રમુખ પેસેન્જર એસોસિયેશન
  • - કરજણથી ભરૂચ અપડાઉન કરવા 4 દિવસનું રિઝર્વેશન કરાવું છું. રિઝર્વેશન ચાર્જના રૂા.15 મૂળ ભાડા કરતાં પણ વધી જાય છે. - મોઈન દિવાન, કરજણ

    Download Our B K News Today App



    Related News