ધાનેરા રેફરલ હોસ્પિટલના મોટાભાગના સ્ટાફને ડેપ્યુટેશનમાં મુકી દેવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 11:54:39
  • Views : 531
  • Modified Date : 2020-07-20 11:54:39

ધાનેરાની રેફરલ હોસ્પિટલ શહેરમાં હોવાથી રોજની ૪૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તે સિવાય
પણ ખિંમત તેમજ જડીયા ખાતે પણ રોજના ૭૦ થી ૮૦ દર્દીઓ આવે છે. પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ મુખ્ય હોસ્પિટલના સ્ટાફને જ ડેપ્યુટેશન આપી દેવામાં આવતા હાલમાં આવતા દર્દીઓને ભારે મુસ્કેલી ભોગવવાના દિવસો આવ્યા છે. અને ધાનેરામાં નમલા
રાજકારણના લીધે પ્રજાને ભોગવવાના દિવસો આવ્યા છે.
ધાનેરા તાલુકામાં ધાનેરા, જડીયા તેમજ ખિંમત ગામે રેફરલ હોસ્પિટલ છે. પરંતુ ધાનેરા રેફરલ હોસ્પિટલ શહેરમાં આવેલ હોવાથી રોજની ૪૦૦ ની આસપાસ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.
ત્યારે જડીયા તેમજ ખિંમત ખાતે રોજની ૮૦ જેટલી
ઓપીડી રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને ડેપ્યુટેશન ઉપર મુકી દેવામાં આવતા હોવાથી દર્દીઓને ભારે મુસ્કેલી ભોગવવાના દિવસો આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ધાનેરાના બે ડોક્ટારો તેમજ બે નર્સિંગ સ્ટાફને ડીસા ખાતે કોવિડમાં મુકવામાં આવ્યા અને બે નર્સિંગ સ્ટાફને ડેપ્યુટેશન ઉપર થરા ખાતે મુકવામાં આવ્યા છે જેના કારણે ધાનેરામાં હાલમાં માત્ર બે ડોક્ટરો છે તેમાંથી એક અચાનક રજા ઉપર જતાં એકજ ડોક્ટર સેવા આપી રહ્યા છે ત્યારે નર્સિંગ સ્ટાફ પણ ત્રણ હોવાથી સતત નોકરી કરી રહ્યા છે અને દર્દીઓ વધારે હોવાથી અને ડ્યુટીમાં એકજ નર્સ હોવાથી લોકોને પણ મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News