અંબાજીમાં ભાદરવી મહામેળાને લઇ એસટી તંત્ર સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:19:37
  • Views : 540
  • Modified Date : 2019-08-28 11:19:37

દેશ અને વિશ્વના સૌથી મોટા પગપાળા મેળાને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ છે. વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, ફુડ એન્ડ ડ્રગ વિભાગ, તોલમાપ ખાતા અને એસટી વિભાગ સિવાય અન્ય વિવિધ વિભાગો ૨૪ કલાક સતત ૭ દિવસ સુધી મેળાનું સંચાલન કરે છે. ત્યારે સૌથી વધુ જેની જવાબદારી છે તે એસટી વિભાગ આ વખતે પણ અંબાજી મહામેળાને લઇ કુલ ૧૧૦૦ એસટી બસો દ્વારા માઈ ભક્તોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા આ વખતે કરાશે. ૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ભાદરવી મહાકુંભમાં એસટી વિભાગ તરફથી માઈ ભક્તોની સેવા માટે વિવિધ આગોતરા આયોજન કરાય છે. ત્યારે આ વખતે એસટીના ૪ વિભાગો તરફથી પાલનપુર, હિંમતનગર, અમદાવાદ અને મહેસાણા તરફથી વધારાની એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે અને અંબાજી બસ સ્ટેન્ડનું કાયમી બસ સ્ટેન્ડ મેળાના ૭ દિવસ બંધ કરી જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉભુ કરી બસોનું સંચાલન કરવામાં આવે છે. આ સિવાય દાંતા રોડ, કૈલાશ ટેકરી પાસે અને આબુરોડ માર્ગ પર હંગામી એસટી બસ
પોઇન્ટ ચાલુ કરી ગુજરાતના વિવિધ ગામોના રૂટોનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય અંબાજીની મેળામાં ૧૦ બુથો રાખી એસટી વિભાગ દ્વારા આખા મેળાનું સંચાલન કરવામાં આવે છે.
આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી અંબાજી મંદિરની મીટિંગ હોલમાં એસ.ટી.ના વિવિધ અધિકારીઓ દ્વારા ભાદરવી મહામેળાને લઈ જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી આવેલા કર્મચારીઓ અને એસટી વિભાગના વિવિધ અધિકારીઓની હાજરીમાં આ મેળાના સાત દિવસ સુધી ચાલનારા આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે અંબાજી આવતા માઈભક્તોને કોઈ તકલીફ ન
પડે અને વાહન વ્યવહાર ઝડપી ચાલે તેવા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. આ મેળામાં અંદાજે ૨૫૦ સુપરવાઇઝર આવવાના છે આ સાથે ખાસ મહત્વની બાબત હતી કે  જે વિભાગના વિસ્તારની  ટ્રાફિક સમસ્યા હોય તે  વિભાગ જ આ પ્રશ્ન હલ કરશે. આ સિવાય બસ ના સંચાલનની જવાબદારી જે તે ઝોન કરશે. આ સાથે  અસલામતી અને અસગવડતા સિવાય માઈ ભક્તો ઝડપી રીતે પહોંચી શકે તેવું આયોજન એસટી વિભાગ આ વર્ષે કરશે. મેળામાં અકસ્માત જવાના કિસ્સામાં કોઈ વધારાનું વળતર એસ.ટી.વિભાગ આપશે નહીં. આ સિવાય ડ્રાઈવરોને પણ
સ્પીડ લીમીટમાં બસ ચલાવવા માટે આદેશ પણ અપાશે અને રૂટ વાઇજ ટ્રાફિક વ્યવસ્થા તે તે વિભાગ મોનીટરીંગ કરશે. આ વખતે એસટી વિભાગ પ્રથમ વખત જીપીએસ સીસ્ટમનો ઉપયોગ કરશે. આવનારા દિવસોમાં વરસાદ આવે તો પણ એસટીની કામગીરી ચાલુ રહેશે, બસ ઉપર કોઈપણ મુસાફરોને બેસાડવામાં આવશે નહીં, જગ્યા જગ્યા એસટી વિભાગની ટીમો વિવિધ પોઈન્ટોની ચકાસણી કરશે, આ મીટિંગમાં જનરલ મેનેજર નિખિલ, ડી.સી. બનાસકાંઠા જે એચ સોલંકી, ડીટીઓ જે.બી.કરોતરા સાથે તમામ ડેપો મેનેજર  અને તમામ  શાખા અધિકારી હાજર રહ્યા હતા. અંબાજી એસટી ડેપો મેનેજર ચૌધરી સાહેબ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News