દિયોદર એસ.ટી.ડેપોમાં સંખ્યાબંધ સિડયુલો રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:00:20
  • Views : 567
  • Modified Date : 2019-06-22 11:00:20

સમગ્ર રાજ્યમાં સલામત સવારી એસ.ટી.અમારીના સૂત્રને સાર્થક કરવાના સરકારના અને અમુક કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ અધિકારીઓ સતત પ્રયત્નશીલ છે. ત્યારે બનાસકાંઠાના દિયોદર એસ.ટી.ડેપોનો વહીવટ દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યો છે. વહીવટી અધિકારીનો સ્ટાફ ઉપરથી હોલ્ટ નથી રહ્યો અને સમાજવાદ અને વહાલા દવાલાની નીતિઓથી ડ્રાયવર કંડક્ટરોની નોકરીઓ લખાઈ રહી છે. કોઈને મનગમતાં રૂટ ઉપર ફિક્સ સિડયુલો અપાઈ રહી છે અને ખાસ જરૂરિયાત વાળા સિડયુલો બંધ કરીને કંડક્ટરો નથી તેવા વાહિયાત જવાબો આપી અરજદારોના પ્રશ્નોનો છેદ ઉડાડી રહ્યા છે દરેક યાત્રિકો દિયોદર એસ. ટી. ડેપોના કથળેલા વહીવટથી ભારે પરેશાનીઓ ભોગવી રહ્યા છે પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓના પણ સમયસર
 પાસ ન નીકળતા હોવાની રાવ ઉઠવા પામી છે. એસ.ટી.બસોની નિયમિત સાફસફાઈ નથી થતી. એસ.ટી. ડેપોનું નવીન કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે
પણ દિયોદર ડેપો સંચાલક મંડળ કોઈજ પ્રકારનો અવાજ નથી ઉઠાવી રહ્યું. કેમ દિયોદર એસ.ટી.ડેપો કયાંક
રાજકારણનો અખાડો તો નથી બની રહ્યોને. સમયસર એસ.ટી.બસોના રીપેરિંગમાં અને સાફસફાઈનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. દિયોદર એસ.ટી.ડેપો મેનેજર વહીવટીતંત્ર ઉપર કાબુ મેળવે તે ખાસ જરૂરી બાકી દિન પ્રતિદિન એસ.ટી.બસના સિડયુલો રદ થઈ રહ્યા છે અને સંચાલકો મોજમાં હોય તેવું લાગી રહ્યું છે. ટીસી અને એટીઆઈની જગ્યાઓ ખાલી છે, કંડક્ટરોની જગ્યાઓ ખાલી છે, જે ડિવિઝન જલ્દી ભરે તે જરૂરી અને ખાસ એસ.ટી.ના અનેક સિડયુલો એકજ સમયે ચાલવતા બસો સાથે સાથે જોવા મળી રહી છે. ડ્રાયવર મિત્રોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરેલી છે પણ અણઘડ વહીવટ અને બેજવાબદારી ભર્યો વહીવટ થકી એસ.ટી.નિગમને લાખોનું નુકસાન થઇ રહ્યું છે. મુસાફરોને એસ.ટી.બસના લાભથી વંચિત રહેવું પડે છે. માટે લાગતા વળગતા એસ.ટી.ડિવિઝનના અધિકારીઓ, દિયોદર એસ.ટી.ડેપોનું સુપરવિઝન કરે અને બિનજરૂરી સિડયુલો ચાલુ છે. જ્યારે સુંધામાતાનું મહત્વનું સિડયુલ બંધ છે. તે બાબતે ઘટતું કરે અને બંધ સિડયુલો સુંધામાતા સહિતના સત્વરે ચાલુ કરાવે તેવો જનમત ઉઠવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News