રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 15:45:08
  • Views : 105
  • Modified Date : 2023-08-04 15:45:08

સામાન્ય રીતે આપણે બધાએ આ સૂત્ર તો સાંભળ્યુ જ હશે. એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતા દ્રશ્યો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા છે. જયાં સલામત સવારી અસલામત સવારી બની છે. જી હા રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં જોવા મળતા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.બસની અંદર અને બહાર પતરા વાગતા હોવાની મુસાફરોની ફરિયાદ છે. ખખડધજ બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તો ખખડધજ બસ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. લખતર ગ્રામ્ય પંથકના લોકોએ નવી ST બસ મુકવાની માગ કરી છે. તો આ તરફ જૂનાગઢમાં એક બસ અંડરપાસના પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના વિસાવદરના અંડરપાસમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News