વાહરે સલામત સવારી વાહ ઈડર-સુરત સેન્ટ્રલ જતી એસ.ટી.બસ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 11:01:25
  • Views : 304
  • Modified Date : 2020-02-17 11:01:25

હાલમાં ઓનલાઈન યુગમાં લોકોને ઘેરબેઠા બુકીંગ કરી જીએસઆરટીસી દ્વારા મુસાફરોને સુવિધા પૂરી પાડવામાં આવે છે અને ઓનલાઈન બુકીંગ કરી મુસાફરો પોતાની મુસાફરીનો આનંદ માણતા હોય છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર બસ ડેપોથી વહેલી સવારે પ,૪પ વાગે ઉપડતી ઈડર સુરત સેન્ટ્રલ બસનું મુસાફરો દ્વારા ઓનલાઈન બુકીંગ કરાવી શિયાળાની કડકડતી ઠંડીમાં મુસાફરો પોતાની બુકીંગ કરાવેલ ટીકીટ લઈ નિયત સમય પહેલા ઈડર બસ સ્ટેશનમાં પહોંચી જાય છે. ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી આ એસટી બસ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરો ઓનલાઈન બુકીંગ કરાવે છે પોતાના બેંક ખાતામાંથી રૂપિયા ડાયરેક્ટ કાપવામાં આવે છે. જ્યારે ઈડર ડેપોમાંથી ઈડર
સુરત સેન્ટ્રલ બસ બંધ કરી દેવામાં આવી છે. ઓનલાઈન બુકીંગ ચાલુ છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો, હાલમાં હેરાન પરેશાન છે. જ્યારે પોતાની બુકીંગ કરાવેલ ટીકીટ લઈ વહેલી સવારે ઈડર બસ ડેપોમાં બસની રાહ જાઈ ઉભા રહેલ મુસાફરોને બસ બંધ કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવી નથી. જ્યારે મુસાફરો ઈડર ડેપોમાં આવેલ પૂછપરછની બારીએ જઈ બસ માટે પૂછવામાં આવે છે ત્યારે હાજર કર્મચારી દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવે છે. જેના કારણે સલામત સવારીમાં મુસાફરો નારાજ જાવા મળી રહ્યા છે. ઈડરથી બસમાં જનારા મુસાફરો ઈડર બસ ડેપોમાં વહેલી સવારે ઓનલાઈન બુકીંગ કરાવેલ બસ નહિ આવતા મુસાફરો અટવાય છે. 

Download Our B K News Today App



Related News