શ્રી કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરાનો યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 12:15:23
  • Views : 426
  • Modified Date : 2019-09-21 12:15:23

ડીસા તાલુકાના  માલગઢ ખાતે યોજાયેલ ડીસા તાલુકા યુવા શોધ સ્પર્ધામાં મહંત
શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કૂલ રામપુરાના વિદ્યાર્થીઓએ  સંગીત - કલા - નૃત્ય - વકતૃત્વ - સર્જનાત્મકતા જેવા વિવિધ વિભાગોમાં ભાગ લીધેલ. જેમાંથી સુથાર શિલ્પાબેન  કે. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ, બારોટ મુકેશભાઈ લોકવાદ્યમાં પ્રથમ, બારોટ ચેતનભાઈ - લોકવાર્તા તથા દૂહા, છંદ, ચોપાઈમાં પ્રથમ, ચૌધરી વીણા શાસ્ત્રીય નૃત્યમાં દ્વિતીય, ચૌધરી ભાવના એકપાત્રીય અભિનયમાં દ્વિતીય તથા શાળાની બહેનોની ટીમ સમૂહગીતમાં તૃતીય સ્થાને રહી હતી.
વિદ્યાર્થીઓને શિક્ષક એમ.વી.ગુર્જર,  ટી.એ.પટેલ,  એસ.સી. ત્રિવેદી અને  વી.જે.નાઈએ માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજય નિર્મલપુરીજી સ્વામી તથા શાળાના આચાર્ય જે.એચ.દવેએ અભિનંદન આપ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ કાર્યની સાથે વિવિધ સાંસ્કૃતિક તથા
સહ - અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News