અહો આશ્ચર્યમ ઃ કોંગ્રેસ વોર્ડ નં ૩ની પેનલને જીત મળે તે માટે જનતાએ ઉમેદવારને શ્રીફળ આપી આશીર્વાદ આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 10:57:39
  • Views : 333
  • Modified Date : 2021-04-05 10:57:39

અત્યારના સમયમાં જનતા વોટ આપે તે આપે તેની લાલચ આપવા માટે ઉમેદવારો અલગ-અલગ નુસખા અપનાવતા હોય છે. ત્યારે સેકટર-૨૪માં કોંગ્રેસનો કંઈક અલગ જ માહોલ જાેવા મળી રહ્યો છે. સેકટર-૨૪માં લોકો વતી ઉમેદવારોને શકનના ભાગરૂપે શ્રીફળ આપી કંકુ તિલક કરી જંગી બહુમતીથી વિજય થવા માટે આશીર્વાદ આપ્યા હતા. ગાંધીનગર મહાનગર
પાલીકાની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ નં-૩માં ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સેકટર-૨૪માં સત્યમ શિવમ એપાર્મેન્ટ ખાતેથી અંબાજી માતાજીના દર્શન કરીને કોગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરવામાં આવી. જનતા વતી કોંગ્રેસના ઉમેદવારોને કંકુ તિલક કરીને પણ વધાવવામાં  આવ્યા હતા. સમાજના તમામ વર્ગના લોકોનો ઉત્સાહ અને ઉમળકા ભેર આવકાર જાેવા મળતા ઉમેદવારોનો જાેમ અને જુસ્સો વધી ગયો હતો. આ ઉપરાંત પ્રજા પરિવર્તન માટે મતદાન કરવા સંકલ્પબધ્ધ છે તેવું આશ્વાસન પણ લોકો દ્વારા આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવારોને પ્રથમ દિવસે જ ડોર ટુ ડોર પ્રચારમાં જનતા તરફથી પ્રતિસાદ મળતા ભારે આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Download Our B K News Today App



Related News