બનાસકાંઠા જિલ્લામાં શ્રધ્ધાપૂર્વક શ્રીની સ્થાપના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 11:16:37
  • Views : 563
  • Modified Date : 2019-09-03 11:16:37

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે શ્રધ્ધાપૂર્વક
ગણપતિદાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં રાત્રિ દરમિયાન ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પુજા આરતી કરવામાં આવશે.
પાલનપુર ખાતે ગુરૂનાનક ચોકમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં પાંચ દિવસ સુધી રાત્રે જુદાજુદા મ્યુજિકલ ગૃપો દ્વારા સંગીતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં વાજતે – ગાજતે ગણપતી દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જાહેર સ્થળો ઉપરાંત શ્રધ્ધાળુઓએ પોતાના ઘરે પણ મૂર્તિની સ્થાપના કરી
પૂજા- અર્ચના કરશે.
ડીસા ઃ ડીસા શહેરમાં ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીઓ, ઓફિસો, શેરીઓ, ચોકમાં વગેરે જગ્યાએ ગણપતિજીની
સ્થાપના કરી ભાવિક ભક્તો ભક્તમય બન્યા હતા.
અમીરગઢ ઃ અમીરગઢ ખાતે પંચાયત ચોકમાં વાજતે ગાજતે ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે પૂર્વે ટ્રેકટરની ટ્રોલીમાં મૂર્તિ મુકી ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News